હળવદના ડુંગરપુર ગામે જુગાર રમતા 6 પકડાયા, પાંચ નાસી ગયા

- text


હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુર ગામે ખોડિયાર માતાજીના મંદિર બહાર જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી આરોપી ડાયાભાઇ વેરસીભાઇ વિઠલાપરા, મનસુખભાઇ સોમાભાઇ મારવણીયા, માત્રાભાઇ માધાભાઇ ભુંડીયા, રસીકભાઇ કુકાભાઇ વિઠલાપરા, કુકાભાઇ સોમાભાઇ દલસાણીયા અને વિજયભાઇ ઉર્ફે કાળુ શાંતીલાલ મારવણીયાને રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કર્યા હતા. જો કે દરોડા દરમિયાન આરોપી રતીભાઇ ભાનુભાઇ આકરીયા, ભોજાભાઇ વજાભાઇ આકરીયા, ભાવેશભાઇ વસ્તાભાઇ વિઠલાપરા, રાજેશભાઇ પ્રેમજીભાઇ ઇંદરીયા અને ગોપાલભાઇ ગોરધનભાઇ કુકાવાવા નાસી જતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

- text

- text