માળીયાના મોટા દહીંસરા ગામે જુગાર રમતા 7 ઝડપાયા

- text


મોરબી : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે રોજા વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી લખમણગીરી ભીખુગીરી ગોસાઇ, વિવેકભાઇ વિનોદભાઇ ગોસાઇ, જયદીપભાઇ તખુભાઇ ધંધુકીયા, કીરીટભાઇ અમ્રુતલાલ રાણપરા, દિનેશભાઇ છગનભાઇ ઇંદરીયા, મહીપાલસિંહ મંગળસિંહ જાડેજા અને સવાભાઇ વશરામભાઇ બોરીચાને પોલીસે તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,340 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text