વાંકાનેર ટોલનાકાથી ઢુવા તરફના હાઈવેની સાઈડમાં પથ્થર-માટીના ઢગલાંથી અકસ્માતનો ભય

- text


વાંકાનેર : વાંકાનેર ટોલનાકાથી 2 કિલોમીટર ઢુવા ગામ તરફ હાઈવે પર સાઈડમાં મસમોટા પથ્થર અને માટીના ઢગલાં કરી દેવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાઈવેની સાઈડમાં મોટા મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે. આ હાઈવે પરથી અનેક વાહનો પસાર થતાં હોય છે ત્યારે આ ઢગલાના કારણે અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. ત્યારે આ ઢગલાને તાત્કાલિક દૂર કરવા માંગ ઉઠી રહી છે.

- text

- text