ભાજપને ટક્કર આપવા 26 વિપક્ષો થયા એક : બનાવ્યું “ઇન્ડિયા” સંગઠન

ઇન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ એક્સક્લુઝીવ એલાયન્સ એટલે કે ઇન્ડિયા નામ અપાયું

મોરબી : આગામી વર્ષ 2024મા યોજાનાર લોકસભા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ સહિતના દેશના 26 રાજકીય પક્ષો એક થયા છે અને બેંગલુરુમા વિપક્ષીદળોની બેઠક બાદ ઇન્ડિયા નામના મહાગઠબંધનનો ઉદય થયો છે. ટૂંક સમયમાં જ આ ગઠબંધનના નેતાની મુંબઈ ખાતે સતાવાર જાહેરાત કરવામાં આવશે.

આગામી લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપને મ્હાત આપવા કોંગ્રેસ સહિતના મુખ્ય વિપક્ષી રાજકીય પક્ષો એકઝુટ થયા છે. બેંગલુરૂમાં ચાલી રહેલી વિપક્ષી દળોની બેઠક બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સતાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તમામ વિપક્ષી દળો એક થયા છે અને નવા ગઠબંધનનું ઇન્ડિયા નામ અપાયું છે.

વધુમાં મલ્લિકાર્જુન ખડગેએ ઉમેર્યું હતું કે, ભાજપ સામે લડવા 26 રાજકીય પક્ષોની યોજાયેલ બેઠકમાં સર્વસંમતિથી ઇન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ એક્સક્લુઝીવ એલાયન્સ મહાગઠબંધન હેઠળ લડત આપવા નક્કી કરાયું છે. વધુમાં ટૂંક સમયમાં જ મુંબઈ ખાતે ઇન્ડિયા મહાગઠબંધન ના નેતાની પણ સતાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.