મોરબીમાં રખડતાં ઢોર મામલે હ્યુમન રાઈટ એસોસિએશનની કલેક્ટરને રજૂઆત઼

- text


મોરબી : મોરબી શહેરમાં જાહેર રસ્તાઓ પર રખડતાં ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આ મામલે મોરબી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના કાન્તિલાલ બાવરવાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને રખડતાં ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્તિ મળે તેવા પ્રયાસો કરવા જણાવ્યું છે.

ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને જણાવ્યું છે કે, મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય છે. નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ગત નગરપાલિકાની બોડી દ્વારા નંદીઘરમાં મોટો ખર્ચ કરવા છતાં હાલ નંદીઘર બંધ કરી દેવામાં આવ્યું છે. અનેક સમસ્યાઓથી ત્રસ્ત શહેરીજનો રખડતા ઢોરથી પણ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. રખડતાં ઢોરના કારણે દરરોજ એક-બે અકસ્માતના બનાવો બની રહ્યા છે તો તાત્કાલિક અસરથી રખડતાં ઢોરોને પકડીને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે. જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ઢોરને નગરપાલિકામાં છોડી મૂકવાનો કાર્યક્રમ આપવાની ફરજ પડશે તેમ પણ કલેક્ટરને જણાવાયું છે.

- text

- text