મોરબી પાલિકામાં કચરા અને ગટર પ્રશ્ને ત્રણ વિસ્તારના ટોળાનો મોરચો

- text


ફૂલીનગરમાં ગટર પ્રશ્ને મહિલાઓએ અને પંચાસર રોડ પરના વિસ્તારના બે ટોળાએ કચરા અને ગટર પ્રશ્ને પાલિકામાં ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબી નગરપાલિકાએ પ્રાથમિક સુવિધાઓ આપવા એટલી હદે નિષ્ફળ ગયું છે કે, ઢગલાબંધ રજુઆતોની કોઈ અસર ન થતા લોકોને પાલિકામાં મોરચો માંડવાની ફરજ પડે છે. મોરબીના ત્રણ વિસ્તારમાં કચરા અને ગટર પ્રશ્ને ટોળાનો પાલિકામાં મોરચો માંડ્યો હતો જેમાં ફૂલીનગરમાં ગટર પ્રશ્ને મહિલાઓએ અને પંચાસર રોડ પરના વિસ્તારના બે ટોળાએ કચરા અને ગટર પ્રશ્ને પાલિકામાં ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબી નગરપાલિકા કચેરીમાં આજે અલગ અલગ વિસ્તારોના ત્રણ ટોળાએ કચરા અને ગટર ઉભરવાના પ્રશ્ને હલ્લાબોલ કર્યું હતું. જેમાં વીસીપરા અંદર આવેલ ફૂલીનગરની મહિલાઓના ટોળાએ તેમના વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાની રજુઆત કરી હતી અને ગટરની ગંદકી ઉભરાતા ભારે હાલાકી પડતી હોય રોગચાળો વકરે તે પહેલાં યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. બાદમાં પંચાસર રોડ ઉપર આવેલ ઉમા હોલની બાજુની શેરી અને પંચાસર રોડ ઉપરના બીજા વિસ્તારમાં ગટર અને કચરા પ્રશ્ને બે ટોળાઓએ નગરપાલિકામાં રજુઆત કરી હતી. જેમાં ગટર ઉભરાતી હોય તેમજ કચરો લેવા આવતા ન હોય કચરાના ગંજ ખડકાતા ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોય એ સમસ્યા દૂર કરવાની માંગ કરી હતી.

- text

- text