મોરબી જીલ્લા સીમા જાગરણ મંચની ટીમની રચના કરાઈ

- text


મોરબી : મોરબી સીમા જાગરણ મંચ દ્વારા એક વાર્ષિક ભાગરૂપી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જીલ્લાની ટીમની રચના કરવામાં આવી હતી.

મોરબી જીલ્લા સીમા જાગરણ મંચમાં સંયોજક- રાજેશભાઈ એરાણીયા, મોરબી જીલ્લા સહસંયોજક- પ્રસાદભાઈ ગોરિયા, મોરબી જીલ્લા પ્રચાર પ્રસાર સંયોજક- આર્યનભાઈ ત્રિવેદી, મોરબી નગર સંયોજક- બિપીનભાઈ અઘારા, મોરબી નગર સહસંયોજક- સાગર ભાઈ ઉઘરેજા, હિરેનભાઇ સિણોજીયા, મોરબી તાલુકા સંયોજક દિનેશભાઈ બારૈયા, મોરબી તાલુકા સહસંયોજક- મયુરભાઈ માકાસણા, માળિયા તાલુકા સંયોજક-બળદેવભાઈ ગઢવી, માળિયા તાલુકા સહસંયોજક હિરેનભાઇ કુંડારીયા, હળવદ તાલુકા સંયોજક- મનસુખભાઈ એરવાડીયાની વરણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી જીલ્લા કાર્યવાહક મહેશભાઈ બોપલિયા તેમજ સીમા જાગરણ મંચના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સદસ્ય હિરેનભાઇ વિડજા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text