55 વર્ષ પૂર્ણ થતા ડીડીઓએ જિલ્લા પંચાયત પ્રાંગણમાં 55 વૃક્ષ વાવ્યા 

- text


મોરબી જિલ્લા પંચાયતમાં વૃક્ષારોપણ કરી ડીડીઓના જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબી : મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાનો ગઈકાલે તારીખ 16 જુલાઈના રોજ જન્મદિવસ હોઈ જીવનના 55 વર્ષ પૂર્ણ થતા જિલ્લા પંચાયતના પટાંગણમાં વિવિધ 55 વૃક્ષોનું વાવેતર કરીને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ 16 જુલાઈના રોજ 55 વર્ષ પૂર્ણ કરી 56માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે જન્મદિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના પટાંગણમાં દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે વન વિભાગના સંકલન દ્વારા ફોરેસ્ટર સોનલબેન શીલવાના સહયોગથી બીલી, સવન, હરડે, આમળા, બહેડા, કદમ, અર્જુનસાદડ, સપ્તપર્ણી, પીપળો, લીમડો, આશોપાલવ સહિતના 55 વૃક્ષો વાવીને જિલ્લા પંચાયત પરિવાર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયતના તમામ શાખાઅધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, કર્મચારીઓએ ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

- text

- text