કાલે મોરબી જિલ્લામાં 23 સ્થળોએ નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે 

- text


મોરબી : મોરબીમાં સ્વ. ઉષાબેન રવિચંદ્રન જેસ્વાણીનાં સ્મરણાર્થે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N.I.M.A દ્વારા તા. 18 ને મંગળવારે 23 સ્થળોએ નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આવતીકાલે વિવિધ 23 સ્થળોએ સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે જેમાં સંજીવની ક્લિનિક, બસ સ્ટેન્ડ સામે- હળવદ, શ્રી સાગરભાઈ વી. મહેતા કુમાર પે સેન્ટર શાળા- જુના દેવળીયા, પાર્થ હોસ્પિટલ, સ્ટેશન રોડ સામે- હળવદ, આયુષ હોસ્પિટલ, ઈસ્કોન ટાઈલ ઝોન- રફાળેશ્વર, વેદ આયુષ સ્ટોર, લક્ષ્મી કોમ્પલેક્ષ- હળવદ, ધનશ્રી બાળકોની હોસ્પિટલ, સાગર બાળકોની હોસ્પિટલ, શનાળા રોડ- મોરબી, વશિષ્ઠ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર, રવાપર રોડ- મોરબી, રૂદ્ર આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ, નાની કેનાલ ચોકડી, પંચાસર રોડ, કેશવ હોસ્પિટલ, ખોખરા હનુમાન રોડ- મોરબી, ઉમા હોલ, રવાપર ગામના ઝાપા પાસે, રવાપર ગામ-મોરબી, શાંતિ એકેડમી, પ્લે હાઉસ, વાઘપરા પાસે, નાલા ઉપર-મોરબી, શ્રી ભારતી વિદ્યાલય, ઉમા ટાઉનશીપ પાસે- મોરબી, શાંતિ આયુર્વેદ એન્ડ મેડીકલ જનરલ સ્ટોર, પોટરી તાલુકા શાળા સામે, સો-ઓરડી-મોરબી-2, ઓમ ક્લિનીક, શ્રી સ્વામીનારાયણ મંદિર પાછળ-મકનસર(ગોકુલ નગર), ગુરૂકૃપા હોસ્પિટલ, શ્રેયસ સ્કુલની સામે-મોરબી-2, સુશ્રુત હોસ્પિટલ, રામચોક-મોરબી, ઓમ આયુર્વેદા, કેનાલ રોડ-મોરબી, રૂમ નં.6 સદભાવના હોસ્પિટલ-મોરબી, નિરામય ક્લિનિક, જનકપુર- ઘુંટુ, મધુરમ હોસ્પિટલ-મોરબી, આયુ કેર ક્લિનિક, વાવડી રોડ-મોરબી, શ્યામ હોસ્પિટલ, બેલા-રંગપર રોડ-મોરબી, મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ મેઈન રોડ-મોરબી આ યાદી મુજબની દરેક જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પનો મોરબી તેમજ આસપાસની જનતાને લાભ લેવા હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી તેમજ NIMA મોરબીના પ્રમુખ ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણીએ નિમંત્રણ પાઠવ્યું છે. આ અંગેની વધુ માહિતી માટે ડો. હાર્દિક જેસ્વાણી- 9228800108 પર સંપર્ક કરવાનો રહેશે.

- text