15 વર્ષથી રોડ ઉપર જ જીવતા નિરાધાર વૃદ્ધને નવી જિંદગી આપતા યુવાનો

- text


હળવદના સેવાભાવી યુવાનોએ ધ્રાગંધ્રા તરફ જવાના માર્ગ ઉપર જ રહેતા નિરાધાર વૃદ્ધને નવડાવીને સ્વચ્છ કરીને આશ્રમમાં આશ્રયસ્થાન આપ્યું

હળવદ : યુવાનો ફક્ત પોતાની મોજ મસ્તીમાં જ જીવતા જ હોય અને બીજાની કશી જ ફિકર ન હોવાની માન્યતાને હળવદના યુવાનોએ ખોટી પાડી છે. હળવદમાં જરૂરતમંદોની સતત સેવા કરતા યુવાનોની ટીમેં ધ્રાગંધ્રા તરફ જવાના માર્ગ ઉપર કચરો ભેગો કરીને ઝૂંપડું બનાવીને 15 વર્ષથી બદતર હાલતમાં જીવતા નિરાધાર વૃદ્ધને હળવદ લઈ આવી નવડાવીને સ્વચ્છ કરી સારા કપડાં પહેલા વૃદ્ધોના આશ્રમમાં આશ્રય સ્થાન આપીને નવી જંદગી આપી છે.

- text

ધ્રાગંધ્રાથી સુરેન્દ્રનગર જતી વખતે વચ્ચે આવતા સીતાપુર ગામ પાસેની રેલવે ફાટક પાસે અસ્થિર મગજ વૃદ્ધ રોડ ઉપર જ બાવળની ઝાડીમાં કાચું ઝૂંપડું બનાવીને 15 વર્ષથી નિરાધાર હલતમવા જીવતા હતા. આ વૃદ્ધ અસ્થિર મગજના હોવાથી નહાતા ન હોય અને ઉપરથી બધો કચરો એકઠો કરીને ગંદકી સાથે જીવન ગાળતા હતા. આ વૃદ્ધ રોડ ઉપર રહેતા હોય અકસ્માતનો ભય હોય અને ઝાડી ઝાંખરામાં જીવ જંતુઓથી પણ ભય હોવાનું હળવદના સેવાભાવી યુવાન હાર્દિક મારુડાના ધ્યાને આવ્યું હતું. જો કે આ યુવાન અને તેની ટીમ આવા નિરાધાર લોકોને મદદરૂપ થતી હોય આ આ વૃદ્ધની જિંદગી પણ નર્કથી બદતર હોવાની જાણ થતાં જ હળવદના સેવાભાવી યુવાનોની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને આ નિરાધાર વૃદ્ધને હળવદ લઈ આવી તેમને નવડાવી, વાળ કાપી દાઢી કરાવીને સ્વચ્છ કર્યા હતા. બાદમાં હળવદના નિરાધાર વૃદ્ધોને સાચવતા આશ્રમમાં આ વૃદ્ધને મૂકી આવ્યા છે. આ સેવાભાવી યુવાનોની સેવાથી નર્કથી બદતર હાલતમાં જીવતા આ વૃદ્ધને નવી જંદગી મળી છે.

- text