મોરબીની એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો

- text


મોરબી : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત અને મોરબી જિલ્લાના તાલુકા કક્ષાના યુવા મહોત્સવનું આયોજન મોરબીની એલ. કે. સંઘવી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં 40 જેટલા સ્પર્ધકોએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં રમત ગમત અને યુવા વિકાસઅધિકારી કચેરી ખાતેથી નાકીયા બુદ્ધદેવ હાજર રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતં. નિર્ણાયક તરીકે નાલંદા વિદ્યાલયના ડોક્ટર નિરવભાઈ રાવલ અને ચંદ્રપુરના નિવૃત્ત શિક્ષક પટોડી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એલ.કે. સંઘવી વિદ્યાલયના બધા જ કાર્યકર્તાએ મહેનત કરી હતી. જેમાં વિદ્યાર્થિની બહેનોએ પણ વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવ્યા હતા. જેમાં લોક નૃત્યમાં પ્રથમ નંબર, ભજનમાં પ્રથમ અને દ્વિતીય નંબર લોકગીતમાં પ્રથમ અને દ્વિતીય નંબર, વકૃત્વમાં પ્રથમ નંબર, લોકવાર્તામાં પ્રથમ નંબર, ભરતનાટ્યમમાં પ્રથમ નંબર મેળવ્યા હતા. શાળાના આચાર્ય દર્શનાબેન જાની અને શાળા પરિવારે વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા આપી હતી.

- text

- text