મોરબીની વાઘપર શાળામાં કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબી જિલ્લાના વાઘપર ગામની પ્રાથમિક શાળામાં G20 થીમ સાથે શાળા કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો જેવા કે ચિત્રકલા, કાવ્યરચના, સંગીતગાયન, સંગીતવાદન, વાર્તા કથન અને વાર્તા નિર્માણ જેવી કલાને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી વાઘપર પ્રા.શાળામાં G20 ની થીમ સાથે શાળા કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલી સ્પર્ધા રાખવામાં આવી હતી. દરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર પ્રાપ્ત કરનાર કુલ 27 વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનાર તમામ 120 વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અમિતભાઈ લોરિયા તરફથી પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. દરેક વિભાગમાં પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓ હવે પછી યોજાનારી CRC કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text