મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે હળવદ યુવા ભાજપ દ્વારા દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું

- text


હળવદ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ હોય હળવદ યુવા ભાજપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું અને જન્મદિવસની ઉજવણી કરી હતી.

- text

મુખ્યમંત્રીના જન્મદિવસે તેઓના દીર્ઘ આયુષ્યની કામના અર્થે હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા સરકારી દવાખાનામાં ફ્રુટ વિતરણ કરી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, રવિભાઈ પટેલ, હિતેશભાઈ લોરીયા, રવજીભાઈ દલવાડી, અશોકભાઈ પ્રજાપતિ સહિત યુવા ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા હતા. આ તકે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તેમના ખબર અંતર પૂછી સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.

- text