હળવદ શહેર – તાલુકા યુથ કોંગ્રેસમા નવા હોદ્દેદારોની નિમણુંક

- text


તાલુકા પ્રમુખની જવાબદારી મેહુલ મજેઠીયાના શિરે,શહેર પ્રમુખ વૈભવ જોશી : ચાર ઉપ પ્રમુખ,આઠ મહામંત્રી અને દસ મંત્રીની નિમણૂક કરાઈ

હળવદ : તાજેતરમાં જ હળવદ-ધાંગધ્રા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખની નિમણૂક કરાયા બાદ હળવદ તાલુકા યુથ કોંગ્રેસનું જમ્બો સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. હળવદ તાલુકાના નવા જાહેર કરાયેલા સંગઠનમાં 23 યુવાનોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે.સાથેજ હળવદ શહેરના પ્રમુખની પણ નીમણુંક કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને જીલ્લા પ્રમુખ વિનોદસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ હળવદ-ધાંગધ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ ગોપાલભાઈ દોરાલા દ્વારા હળવદ તાલુકા યુથ કોંગ્રેસના વિવિધ હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવી છે.જેમાં હળવદ તાલુકાના પ્રમુખ તરીકેની જવાબદારી કેદારીયા ગામના મેહુલભાઈ મજેઠીયાને સોંપવામાં આવી છે.જ્યારે ઉપપ્રમુખ તરીકે અજીતગઢના મુકેશભાઈ પટેલ,ઢવાણા ગામના દેવદિપસિંહ ઝાલા,જુના માલણીયાદ ગામના નિલેશભાઈ ચાવડા અને રાયધ્રા ગાના સવસીભાઈ ભરવાડને સોંપવામાં આવી છે.

- text

જ્યારે મહામંત્રી તરીકે કવાડિયા ગામના વિજયભાઈ ચારોલા,ઈશ્વર નગર ગામના જયદીપભાઇ પટેલ, રણજીતગઢ ગામના ઉપેન્દ્રભાઈ સોનગરા, પાંડાતિરથ ગામના મેહુલભાઈ ભરવાડ,માલણીયાદના જયેશભાઈ પરમાર,જુનાદેવળીયા ગામના પાર્થભાઈ પટેલ,ખેતરડી ગામના શામજીભાઈ દેકાવાડીયા અને સુંદરી ભવાની ગામના ક્રિપાલસિંહ પરમારની નિમણૂક કરાઈ છે.

તેમજ મંત્રી તરીકેની જવાબદારી ઇસનપુર ગામના રાજેશભાઈ કણજરીયા,મંગળપર ગામના રાજુભાઈ નગવાડીયા,ખોડ ગામના રમેશભાઈ મહાલીયા,માનગઢ ગામના જીવાભાઇ ભરવાડ,વેગડવાવ ગામના જગદીશભાઈ રબારી,માણેકવાડા ગામના રામસિગભાઈ કટોણા, કડીયાણા ગામના નિતેશભાઈ ઉડેચા, જોગડ ગામના મુકેશભાઈ લીલાપુરા, રણછોડગઢના રમેશભાઈ સિણોજીયા અને મિયાણી ગામના વેલજીભાઈ રંભાણીને સોંપવામાં આવી છે.હળવદ તાલુકા યુથ કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારોને હળવદ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text