વાંકાનેરના નવા રાજાવડલા ગામે 7 જુગારી પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ બાતમીને આધારે નવા રાજા વડલાએ ગામે કેનાલ કાંઠે ચાલતા જુગાર ઉપર દરોડો પાડી આરોપી રમેશભાઇ પ્રેમજીભાઇ ડેડાણીયા, વિમલભાઇ મહેશભાઇ ચાવડા, દિનેશભાઇ કળુભાઇ દેત્રોજા, જગદીશભાઇ વરસિંગભાઇ શિહોરા, ભરતભાઇ અમ્રુતભાઇ ચાવડા, સંજયભાઇ રશીકભાઇ સોલંકી અને અરુણભાઇ શંકરભાઇ ડેડાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,400 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text