વાંકાનેરના ભયાતી જાંબુડિયા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો, એક ઝબ્બે

- text


વાંકાનેર : વાકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં દરોડો પાડી આરોપી વિઠ્ઠલ તેજાભાઈ બાવળિયાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, ઠંડો અને ગરમ દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 10,650નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text