મોરબીમાં દે…ધનાધન સાડા ત્રણ ઇંચ વરસાદ

- text


ગતરાત્રે બેથી ચારના મોરબીમાં સવા બે ઈંચ : છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાના સાર્વત્રિક વરસાદ 

મોરબી : મોરબીમાં મેઘરાજા છેલ્લા બે દિવસથી સતત હેત વરસાવી નગરપાલિકાની પોલ ખોલી રહ્યા છે ત્યારે ગત રાત્રીના 2થી 4 વાગ્યાના અરસામાં સવા બે ઇંચ વરસાદ વરસવવાની સાથે ચોવીસ કલાકમાં મોરબીમાં સાડાત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે સાથે જ સમગ્ર જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

- text

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જિલ્લામાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ મોરબી શહેરમાં 83 મીમી, વાંકાનેરમાં 60 મીમી, હળવદમા 39 મીમી, ટંકારામા 22 મીમી અને માળિયામાં 18 મીમી વરસાદ નોંધાયો હતો.ઉલ્લેખનીય છે કે ગતરાત્રીના 2થી 4 વાગ્યાના બે કલાકના અરસામાં મોરબીમાં 61 મીમી વરસાદ નોંધાયો હતો.

- text