હળવદ નજીક આવેલ બ્રાહ્મણી – 2 ડેમ 90 ટકા ભરાયો, ગમે ત્યારે પાટિયા ખોલાશે

- text


બ્રાહ્મણી – 2 ડેમના હેઠવાસના નવ ગામોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી

મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસી રહેલ મેઘકૃપાને પગલે હળવદ તાલુકાના સૂસવાવ ગામ નજીક આવેલ બ્રાહ્મણી – 2 ડેમ હાલમાં 90 ભરાઈ ગયો છે અને પાણીની ધીંગી આવક સતત ચાલુ હોય ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ હોવાથી ડેમના હેઠવાસના નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલ બ્રાહ્મણી – 2 ડેમની કુલ જળ સપાટી 44.5 મીટર છે જેમાં હાલમાં ડેમની જળ સપાટી 42.7 મીટર પહોંચી છે અને સતત વરસાદને કારણે જલસ્તર સતત વધી રહ્યું હોવાથી ગમે ત્યારે ડેમના પાટિયા ખોલવા પડે તેવી સ્થિતિ છે.

- text

વધુમાં સિંચાઇ વિભાગ દ્વારા બ્રાહ્મણી – 2 ડેમના હેઠવાસ હેઠળના સુસવાવ, ટિકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધરા અને અજિતગઢ ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.

- text