મચ્છુ -3 ડેમ ભરાઈ ગયો, બે દરવાજા ખોલાયા

- text


માળીયા અને મોરબી તાલુકાના 20 ગામને એલર્ટ કરાયા

મોરબી : મોરબીના સાદુળકા નજીક આવેલ મચ્છુ – 3 ડેમ ભરાઈ ગયો છે, હાલ ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોય ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવતા મોરબી અને માળીયા તાલુકાના 20 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદ ને પગલે નવા સાદુળકા નજીક આવેલ મચ્છુ – 3 ડેમમાં 1676 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ હોય હાલમાં ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. વધુમાં સિંચાઈ વિભાગ દ્વારા રુલ લેવલ મેઇન્ટેઇન કરવા હાલમાં ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે.

સિંચાઇ વિભાગ દ્વારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી મોરબી તાલુકાના ગોરખીજડિયા, વનાળિયા, સાદુલકા, માનસર, રવાપર નદી, અમરનગર, નારણકા, ગૂંગણ, નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા તેમજ માળીયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, માળીયા મિયાણા, ફતેપર અને હરિપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.

- text

- text