વાવાઝોડા બાદ હજુ પણ નવલખી બંદરે વીજ પુરવઠો બંધ

- text


ખેતીવાડીના અનેક ફીડરો પણ બંધ, વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ હોવાની દાવો

મોરબી : મોરબી જિલ્લામાં વાવાવઝોડું આવીને ગયું એને ખાસ્સો સમય થઈ ગયો હોય પણ વાવાઝોડામાં ઘણી જગ્યાએ વિજપોલને નુકસાન થતા ખોરવાયો વીજ પુરવઠો હજુ ઘણી જગ્યાએ ચાલુ થયો નથી. સૌથી વધુ અસરગ્રસ્ત નવલખી બંદરે હજુ સુધી વીજ પુરવઠો બંધ છે અને ખેતીવાડીના ઘણા બધા ફીડરો પણ બંધ છે. ત્યારે વીજ તંત્રએ આ દિશામાં કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ હોવાનો દાવો કર્યો છે.

મોરબી જિલ્લામાં બીપોરજોય વાવાઝોડાને કારણે પીજીવીસીએલ તંત્રને અંદાજે રૂ. 10.63 કરોડનું નુકસાન થયું હતું. જેમાં 5400 જેટલા વિજપોલ અને 427 જેટલા ટીસી પડી ગયા હતા. આ વાવાઝોડામાં ખેતીવાડીના 180 જેટલા નુકસાન થતા બંધ હાલતમાં છે. એમાંથી અમુકને પાવર આપી દીધો અને મોટાભાગના ખેતીવાડીના ફીડરો હજુ બંધ છે. જ્યારે દરિયાકાંઠાના અસરગ્રસ્ત જુમાંવાડીમાં વીજ પુરવઠો ચાલુ કરી દીધો છે. પણ નવલખી બંદરે વીજ પુરવઠો ચાલુ કરવાના પ્રયાસો ચાલુ છે અને હજુ સુધી નવલખી બંદરે પાવર સપ્લાય ચાલુ થયો નથી. પીજીવીસીએલના અધિકારી ગૌસ્વામીના જણાવ્યા મુજબ આજ રાત સુધીમાં પાવર સપ્લાય ચાલુ કરી દેવાના પ્રયાસો હાથ ધરાયા છે. 56થી વધુ પીજીવીસીએલની ટિમો ફિલ્ડમાં યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોને એક બે દિવસમાં જ ચાલુ કરી દેવાયા હતા અને ખેતીવાડીના બંધ ફીડરોને ચાલુ કરવાની કામગીરી ચાલુ છે.

- text

- text