વાંકાનેર નગરપાલિકા ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : 21 જૂન વિશ્વ યોગ દિવસ આજે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ‘વસુધૈવ કુટુંબકમ માટે યોગ’ની થીમ સાથે વાંકાનેરમાં નગરપાલિકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ દિવસ વાંકાનેર નગરપાલિકા હસ્તકના નગરપાલિકા શાખાના ગ્રાઉન્ડમાં શાળાના વિદ્યાર્થીઓ, નગરપાલિકા સ્ટાફ અને વાંકાનેર શહેરના નાગરિકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો.

યોગ દિવસ નિમિતે સામાન્ય માણસ પોતાના રોજિંદા જીવનમાં આરામથી કરી શકે તેવા યોગ વિશે માહિતી આપી યોગના મહત્વને સમજાવવામાં આવ્યું. રોજ અડધો કલાક યોગને અર્પણ કરવાથી અનેક હઠી રોગથી મુક્તી મેળવી શકાય છે તેમજ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. અહીં યોગથી થતા અનેક લાભો વિશે પણ માહિતી આપવામાં આવે હતી.

આ યોગ દિવસના કાર્યક્રમમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. સિરેશીયા, ચીફ ઓફીસર તેમજ આગેવાનો તથા શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકા સ્ટાફ અને વાંકાનેર શહેરના નાગરિકો દ્વારા બહોળી સંખ્યામાં ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

- text

- text