મોરબીના રંગપર ગામે યોજાયો મોરબી જિલ્લા કક્ષાનો યોગ મહોત્સવ

- text


મોરબી : સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ થીમ પર ઉજવણી થઇ હતી. જેના ઉપલક્ષ્યમાં આજ રોજ રંગપર ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રંગપર ગામે અમૃત સરોવરના કિનારે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રંગપર ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ગઢવી સાહેબ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે અને ગામના આગેવાનો તેમજ ગ્રામજનોએ યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. રમત ગમત વિભાગ દ્વારા માનવ જીવનમાં યોગ અને તેના મહત્વ વિશે સમજણ આપતા બેનર્સ મૂકીને યોગ વિશે જાગૃતિ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

આ કાર્યકમમાં ગામના સરપંચ મેઘરાજસિંહ ઝાલા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ, રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, રંગપર પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો અને ગ્રામજનોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- text

- text