ઘુડખર અભ્યારણમા આગામી 15 ઓક્ટોબર સુધી પ્રવેશબંધી

- text


રણમા પ્રવેશ પર પ્રતિબંધ લગાતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામા આવ્યુ

હળવદ : સમગ્ર એશિયમાં એક માત્ર કચ્છના નાના રણમાં જોવા મળતા રક્ષિત પ્રાણી ઘુડખરના અભ્યારણમા આગામી 15 ઓક્ટોબર સુધી પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામું અમલી બનાવવામાં આવ્યું છે.

સમગ્ર વિશ્વમાં એક માત્ર કચ્છમાં જ જોવા મળતા અને લુપ્ત થવાને આરે ઉભેલા ઘુડખર પ્રાણીઓના અભ્યારણ એવા કચ્છના નાના રણમાં પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું અમલી બનાવાયું છે. ખાસ કરીને ઘુડખર પ્રાણીઓનો પ્રજનન કાળ શરુ થવાના પગલે આ જાહેરનામું પ્રસિદ્ધ કરી કચ્છના નાના રણમાં પ્રવાસીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે.

- text

જાહેરનામાને પગલે ઘુડખર અભ્યારણમા બિન અધિકૃત વ્યક્તિઓને વાહન કે પગપાળા અભ્યારણમા પ્રવેશ કરવો ઉપર પ્રતિબંધ લાદી, સ્થાનિક લોકોને દિવસ દરમિયાન 20 કિમીથી વધુ ઝડપે વાહન નહિ ચલાવવા ફરમાન કરવામાં આવ્યું છે.

- text