મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર વચ્ચે RSSએ સેવાની ધૂણી ધખાવી

- text


અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર, રહેવા – જમવાની વ્યવસ્થા તથા રસ્તો ખુલ્લો કરાવવા સહિતની કામગીરી કરી

મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સેવાયજ્ઞ સતત ચાલુ રહ્યો છે. અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર, રહેવા – જમવાની વ્યવસ્થા તથા રસ્તો ખુલ્લો કરાવવા સહિતની જરૂરી મદદે મોરબીના 300થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા.

આરએસએસ દ્વારા સેવાકીય સંસ્થા કર્તવ્ય જીવદયા કેન્દ્ર ટીમ અને સત્ દેવીદાસ ગ્રુપ રવાપર ટીમ સાથે મળીને વાવડી રોડ થી બગથળા રોડ પર પડેલા વૃક્ષ રોડથી દૂર કરવામાં આવ્યું હતું. ઉપરાંત આમરણ, બેલા, ઉટબેટ સાંપર, ફડસર, જિંજુડા,બોડકી, ખીરસડા, સોલંકીનગર, વેજલપર, વર્સામેડી, નાની બરાર,મોટી બરાર,જાજાસર, સરવડ, દેવગઢ જેવા નવલખી દરિયાઈખાડી વિસ્તારના ગામો પર 5-5 સ્વયંસેવકોની ટીમે જઈને સ્થળાંતર કરેલા જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ આપીને તેમની મદદ કરી હતી.

- text

- text