વાવાઝોડાને પગલે હળવદમાં દિવસ-રાત કામ કરનાર અધિકારીઓની પીઠ થાબડતા ધારાસભ્ય વરમોરા

- text


હળવદ : છેલ્લા પાંચ દિવસથી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્ર દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.સાથે જ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારનું આગોતરું આયોજન પણ કરી લેવામાં આવ્યું હતું.જેથી આજે વરસાદ અને વાવાઝોડાની વચ્ચે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ હળવદ પીજીવીસીએલની કચેરી ખાતે અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે બેઠક યોજી તેઓની કામગીરી બિરદાવી હતી સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે તે વહેલી તકે ચાલુ કરવા જણાવ્યું હતું.

- text

ધારાસભ્ય વરમોરા દ્વારા હળવદ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.ત્યાં પણ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને પીઆઇ તેમજ તેઓના સ્ટાફ દ્વારા સંકટના સમયમાં લોક ઉપયોગી કામગીરી કરવા બદલ બિરદાવ્યા હતા.

- text