બીપરજોયની તીવ્રતામાં ઘટાડો, જોખમ યથાવત

- text


15જૂને જખૌના દરિયાકાંઠે ટકરાવાની શકયતા

મોરબી : અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપોરજોય વાવાઝોડાની તીવ્રતામા ઘટાડો નોંધાયો છે. જો કે, આમ છતાં સૌરાષ્ટ્રમાં વવાઝોડાનું જોખમ યથાવત છે અને 15 જૂન એટલે કે આવતી કાલે કચ્છમાંથી પસાર થઇ જખૌ દરિયાકાંઠે ટકરાઈ શકે છે.

વાવાઝોડું બીપરજોય કચ્છ-પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ કરે તેવી પણ શક્યતા વચ્ચે આજે અને કાલે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી શકે છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો તોફાની બની શકે છે. ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાઈ શકે છે.

5 જૂન 2023ના રોજ બપોરે અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું હતું. જે 6 જૂને ડીપ ડિપ્રેશન અને સાંજે સાઇક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઇ ગયું હતું. 7 જૂને આ બિપોરજોય વાવાઝોડું સીવર સાઇક્લોનિક અને બાદમાં વેરી સીવર સાઇક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું હતું. પહેલા ઓમન તરફ જતું આ વાવાઝોડું ધીમે ધીમે કરાચી અને હવે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ તરફ તરફ ફંટાયું છે. વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે.

- text

10-11 જૂનના રોજ આ વાવાઝોડું મહા વિનાશક વાવાઝોડામાં પરિવર્તિત થયું હતું અને 12 જૂને ફરી ભારે વિનાશક વાવાઝોડામાં ફેરવાયું હતું. 13 જૂને ક્યારેક ઝડપી તો ક્યારેક ધીમી ચાલે આગળ વધ્યું હતું. જોકે વાવાઝોડાની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલે 13 જૂને વાવાઝોડું બીપરજોય વેરી સીવર સાઇકલોનિક સ્ટોર્મમા પરિવર્તિત થઈ કલાકમાં 7 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું હતું. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 310 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 290 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 310 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 330 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 410 કિ.મી. દૂર હતું. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં સાઇક્લોનિક વોર્નિંગ હેઠળ ઓરેન્જ મેસેજ આપવામાં આવ્યો હતો.જો કે હાલમાં વાવાઝોડાએ દિશા બદલી છે પરંતુ જોખમ યથાવત હોવાનું જાણવા મળે છે..

- text