હળવદના સુંદરગઢ ગામે ગુગાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


બ્રાહ્મણી નદીના કાંઠે પોલીસે કરેલી કાર્યવાહીમાં ગુગો ફરાર

હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક બ્રાહ્મણી નદીનો પટ્ટ દેશી દારૂના ધંધાર્થીઓ માટે સ્વર્ગ સમાન બની ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે હળવદ પોલીસે બ્રાહ્મણી નદીના કાંઠેથી સુંદરગઢ ગામે રહેતા મહેશ ઉર્ફે ગુગો ઘોઘાભાઈ હમીરપરા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી ઠંડો આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ 3400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી ગુગો હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text