સિરામીક શટડાઉન : વાવાઝોડાને પગલે કાલ સાંજથી કારખાના બે દિવસ માટે બંધ

- text


કાલથી લોડિંગ અનલોડિંગ બંધ કરી મજૂરોને સલામત આશ્રય આપવા સીરામીક એસોસિએશનની તમામ ઉદ્યોગકારોને સૂચના

મોરબી : બીપરજોય વાવાઝોડાને ધ્યાને લઈને મોરબી સીરામીક મેન્યુફેક્ચર એસોસિએશનની આજરોજ અગત્યની મીટીંગ યોજાઈ જેમા આવતીકાલે તા.13ના રોજ સાંજથી પ્લાન્ટ બંધ કરી દેવા સૂચના આપી આજે રાત્રિથી લોડિંગ અનલોડિંગ બંધ કરી દેવા નક્કી કરાયું હતું.

સિરામિક એસોસિએશન મોરબીની આજે અગત્યની બેઠક મળી હતી જેમાં જિલ્લા કલેકટર મોરબીના જાહેરનામા મુજબ આવતીકાલે તા 13/06/2023 સાંજના 7:00 વાગ્યાથી દરેકે ઉદ્યોગકારોએ પોતપોતાના પ્લાન્ટ બંધ કરી દેવા અને આજ 12/06/2023 રાતથી લોડિંગ તેમજ અનલોડિંગ તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી મજૂરોને સલામત સ્થળોએ છત વાળી રૂમમાં રાખવા છતવાળી રૂમ કોઈને ના હોય તો આજુબાજુની સ્કૂલમાં સલામત જગ્યાએ સ્થળાંતર કરાવી દેવ તેમજ તકેદારી રૂપે જે જરૂરી લાગતું હોય એ પોતપોતાને કંપનીમાં ધ્યાન આપવા નક્કી કરાયું હતું અને તમામ ઉદ્યોગકારોએ ઉપરોક્ત સુચનાનો અમલ કરવા સિરામિક એસોસિએશન પ્રમુખ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text