વાંકાનેર હાઇવે ઉપર ડમ્પર પલ્ટી ખાઇ ડીવાઈડર તોડી સર્વિસ રોડ પર પડ્યું

- text


સર્વિસ રોડ ઉપર ડામર-કપચીની રેલમછેલને કારણે સર્વિસ રોડ બંધ કરાયો

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગઈકાલે બપોરના સમયે ફૂલ સ્પિડે પસાર થતાં ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ડિવાઈડર સાથે અથડાઇ પલ્ટી મારી ગયું હતું અને ડમ્પર ડીવાઈડર તોડી સર્વિસ રોડ પર પડ્યું હતું. ડમ્પમાંર ડામર મિક્સ કપચીનું ભરેલ હોય જેથી રોડ પર ડામર-કપચીની રેલમછેલ થઇ ગઇ હતી પરિણામે સર્વિસ રોડ બંધ થઈ ગયો હતો.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે બપોરે માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરમા ચાલકે કોઈ કારણસર કાબૂ ગુમાવતા ડમ્પર પલ્ટી ખાઇ ગયું હતું આં સમયે નેશનલ હાઈવે તેમજ સર્વિસ રોડ પર સદનસીબે કોઈ વાહન કે રાહદારી પસાર થતાં ન હોય મોટી દુર્ઘટના ટળી હતી. ડમ્પર ની સ્પીડ એટલી બધી હતી કે ધડાકા સાથે ડીવાઈડર સાથે અથડાઈ ડમ્પર હાઈવેના વીજ પોલ ને તોડી સર્વિસ રોડ ઉપર પલ્ટી મારી જતા ચંદ્રપુર સર્વિસ રોડ પર વાહનનોની અવરજવર બંધ થઇ ગઇ હતી. આ ડમ્પરને ક્રેઈનની મદદથી દુર કરવાની કામગીરી કરવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે, વાંકાનેર પંથકમાં રોજની હજારો ટન ખનીજની ચોરી ડમ્પર દ્વારા ગેરકાયદે હેરફેર કરવામાં આવી રહી છે જે સમગ્ર લાગતા વળગતા તંત્ર નાં ધ્યાને છે છતાં સરકારી તંત્ર શું કારણથી ખનીજ માફીયાઓ પર મહેરબાન છે તે સૌ કોઈ જાણે છે. વાત આટલેથી અટકતી નથી વાંકાનેર પંથકમાં ખનીજ વહન કરતા દરેક ડમ્પર પર નંબર પ્લેટ નથી લગાવતા કારણકે ડમ્પર ચાલકો દ્વારા રોજ બરોજ નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે તેથી અકસ્માત સર્જી વાહન સાથે ચાલક બેફિકરાઈથી નાસી છૂટે છે પરિણામે ભોગ બનનાર માટે અકસ્માત સર્જનાર વાહન તથા ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવી મુશ્કેલ બની જાય છે.

- text

નેશનલ હાઈવે પર અકસ્માતમાં ડમ્પર પલ્ટી ખાઈ જતાં નજરે જોનારાનું કહેવું છે કે ડમ્પરની સ્પીડ એટલી હતી કે તેને કાબૂ કરવું ચાલક માટે મુશ્કેલ હતી અને વળી મોબાઈલમાં વાત ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે સ્થળ પર હાજર લોકોનું માનવું છે કે ચાલક સ્થિર ઉભો રહી શકતો ન હોય નશો કર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. હવે જોવું રહ્યું કે ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ ?

- text