મોરબીમાં આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો

- text


આંગણવાડીના બાળકોના વાલીઓને મળી ભાજપે સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કર્યા

મોરબી : ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારને નવ વર્ષ પૂર્ણ કર્યા તે સંદર્ભમાં વિશેષ અભિયાન હેઠળ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જનસંપર્ક અભિયાન અંતર્ગત મોરબીમાં આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડીના બાળકોના વાલીઓને મળી સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

મોરબીમાં રવાપર રોડ પરની આંગણવાડી અને ભગવતીપરાની આંગણવાડીમાં આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડો. દીપિકા બેન સરડવાની વિશેષ ઉપસ્થિતિમાં આંગણવાડીનાં ભૂલકાઓ તથા તેમના વાલીઓને સરકાર દ્વારા શરૂ કરાયેલ પોષણ અભિયાન વિશે માહિતી આપી તેમજ ગુજરાત સરકારની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની વાલીઓ સાથે ચર્ચા કરી જે યોજના અંતર્ગત સગર્ભા બહેનોને ૧૦૦૦ દિવસ સુધી એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા, એક કિલો તેલ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તેમનાથી માહીતગાર કર્યા. તેમજ મોટા અનાજ(મિલેટસ) માંથી બાળકોને મળતા પોષક તત્વો વિશે ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ડો. ઉર્વશીબેન પંડ્યા, મોરબી જિલ્લા મહિલા મોરચાનાં અધ્યક્ષ સંગીતાબેન ભીમાણી, જિલ્લા મહિલા મોરચાનાં મહામંત્રી રસીલાબેન ચાપાણી, મંજુલાબેન ચૌહાણ સહીતના સ્થાનિક મહિલા અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સેવા, સુશાસન ગરીબ કલ્યાણના નવ વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાની અધ્યક્ષતામાં મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં થવા જઈ રહ્યા છે જેમાં, આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમ, આવાસ યોજનાના લાભાર્થીઓ લખપતિ દીદીનું એમના ઘરે જઈ સ્વાગત, સ્વ સહાય જૂથોની બહેનો સાથે સંપર્ક અને સંવાદ, નવી મતદાતા યુવતી સંમેલન, દરેક જિલ્લામાં સંયુક્ત મોરચા દ્વારા આયોજિત લાભાર્થી સંમેલનમાં મહિલા મોરચાની સક્રિયતા વિશેષ રહેશે તથા વિસ્તારક યોજના હેઠળ દરેક જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી માટે દિવસ રાત કાર્ય કરતી બહેનો વિસ્તારક તરીકે નીકળી જન જન સુધી કેન્દ્ર સરકારની નીતિઓ અને સિદ્ધિઓ પહોંચાડશે.

- text

- text