મોરબીમાં ગટર ઉભરાવા પ્રશ્ને મહિલાને માર મરાયો

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર એપાર્ટમેન્ટની ગટરના પાણી ઉભરાવા પ્રશ્ને એક શખ્સે મહિલા સાથે ઝઘડો કરી માર મારતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રસોઈ કામ કરતા લીનાબેન શૈલેષભાઇ રાવલ નામના મહિલાને રાજુભાઇ હિતેશભાઈ રબારી નામના શખ્સે એપાર્ટમેન્ટના ગટરના ઉભરાતા ગંદા પાણી પ્રશ્ને ઝઘડો કરી ગાળો આપી ઝપાઝપી કરી પછાડી દઈ ડાબા પગમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં રાજુભાઇ રબારી વિરુદ્ધ ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.

- text

- text