માર મારીને આંગળીમાં બટકું ભરવાના કેસમાં એક વર્ષની કેદ

- text


ગારીડા ગામમાં બનેલ બનાવ મામલે વાંકાનેર કોર્ટે જાહેર કર્યો ચુકાદો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામે એક વ્યક્તિને માર મારીને આંગળીએ બચકું ભરનાર આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવીને 1 વર્ષની સજા ફટકારી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગારીડા ગામના રહેવાસી ગુલાબભાઈ વલીમામદ માથકિયાને માર મારી આંગળી એ બચકું ભરી ઇજા પહોંચાડવાના કેસમાં વાંકાનેર પોલીસ મથકે આરોપીઓ જયેશ ઉર્ફે કાના રામા તથા મહેશ લાખાભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

- text

આ કેસ વાંકાનેર મહે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ એમ.કે. પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવાઓ ધ્યાને લઇ તેમજ સરકારી વકીલ સંજય બી. સોલંકીની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી જયેશ ઉર્ફે કાના રામાને 1 વર્ષની સજા તેમજ રૂ. 5000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

- text