હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ 

- text


હજુ આગામી રવિવારે પણ ચોપડાનું વિતરણ કાર્ય કરાશે

હળવદ : ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા શૈક્ષણિક સત્ર ખુલતાની સાથે જ રાહત દરે ચોપડા વિતરણનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું.

આ મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગના પરિવારોને પોતાના ઘરમાં રહેલા બાળકોને ભણાવવામાં ખૂબ જ મુશ્કેલી થતી હોય છે. ત્યારે તેઓને કંઈ રીતે મદદરૂપ બની શકીએ તેવા હેતુથી રાહત ભાવે નહીં ને નફો નહીં નુકસાનના દરે 25,000 જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી રવિવારે પણ ફરી એક વખત આ વિતરણ કરવામાં આવશે અને હળવદ શહેર તેમજ ગ્રામ્યના મોટા પ્રમાણમાં લોકોએ આ વિતરણનો લાભ લીધો હતો.

- text

- text