મોરબીના વેજલપર ગામે બે દીકરીઓએ પિતાને કાંધ આપી

- text


મોરબી : આજના સમયમાં સમાજમાં દીકરો – દીકરી એક સમાન ભાવના કેળવાઈ છે અને અનેક દંપતીઓ એક જ દીકરી સંતાનથી પણ ખુશખુશાલ છે ત્યારે આજે મોરબીના વેજલપર ગામે બે દીકરીએ પિતાને કાંધ અને મુખાગ્નિ આપી સવાઈ પુત્ર બની સમાજને નવો રાહ ચીંધ્યો હતો.

વેજલપર ગામના કૈલા ભરતભાઈ રેવજીભાઈ કૈલાનું 46 વર્ષની વયે હદય રોગના હુમલાના કારણે અવસાન થયું હતું. સ્વ. ભરતભાઈને સંતાનમાં કૃપાલી અને જીંકલ નામની બે દીકરીઓ જ હોય બન્ને દીકરીઓએ દીકરા સમોવડી બની પિતાની અર્થીને કાંધ આપી કપરી સ્થિતિમાં પણ સમાજને દીકરીઓ પણ દિકરાથી ઓછી નથી તેવો સંદેશ આપ્યો છે.

- text

- text