હળવદમાં આખા પરિવારને ચાર શખ્સોએ ઘુસ્તાવી નાખ્યો

- text


જુના ઝઘડાનો ખાર રાખી લાકડી ધોકા સાથે આવેલા શખ્સોએ મહિલા-પુરુષોને આડેધડ માર માર્યો

હળવદ : હળવદ શહેરમાં આવેલ શનિદેવ મંદિર પાસે રહેતા બાવાજી પરિવારના ઘેર આવી ચાર શખ્સોએ જુના ઝઘડાનો ખાર રાખી લાકડી ધોકા સહિતના હથિયાર સાથે આતંક મચાવી આખા પરિવારને આડેધડ માર મારી ઘુસ્તાવી નાખતા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

હળવદ શહેરમાં શનિદેવ મંદિર નજીક વડવાળા કાંટા પાસે રહેતા જગદીશભાઈ ભનુભાઇ વાણસકીયા નામના યુવાને હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગઈકાલે તેઓ પરિવાર સાથે જમી પરવારી ઘેર બેઠા હતા ત્યારે અચાનક ધસી આવેલા પાડોશમાં જ રહેતા આરોપી મનાભાઇ મોહનભાઇ બાવાજી, સનાભાઇ મોહનભાઇ બાવાજી, ભરતભાઈ ધુળાભાઈ બાવાજી અને પ્રભુભાઈ ભરતભાઈ બાવાજીએ જુના ઝઘડાનો ખાર રાખી જેમ ફાવે તેમ ગાળો બોલી ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું અને લાકડી ધોકા સહિતના હથિયાર વડે જગદીશભાઈ તેમના પત્ની રસીલાબેન, પુત્ર કારણ, પુત્રવધુ કિરણબેન અને પુત્રી તેજલ સહિતનાઓને આડેધડ માર મારી ઈજાઓ પહોંચાડી નાસી ગયા હતા. બનાવ અંગે હળવદ પોલીસ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text