મોરબીમાં રાત્રે વાહન ચેકિંગમાં સપાટો બોલાવતી પોલીસ, એક પીધેલો ઝપટે

- text


સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં 100 પોલીસ જવાન દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ

મોરબી : મોરબીમાં વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ગઈકાલે રાત્રે સઘન વાહન ચેકીંગ હાથ ધરી પોલીસે અનેક લોકોને ઝપટે લેવાની સાથે એક પીધેલા શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે રાત્રે ઉમિયા સર્કલ,રવાપર ચોકડી, અવની ચોકડી, બાપા સીતારામ ચોક અને નવા બસસ્ટેન્ડ સહિતના વિસ્તારમાં 100 પોલીસ જવાનોના કાફલા સાથે સઘન વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવતા 122 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઝુંબેશ દરમિયાન 14 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને એક પીધેલ શખ્સ પણ ઝપટે ચડી જતા પોલીસે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી અન્ય વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરી હતી.

- text

- text