મોરબીની નિર્મલ સ્કૂલની ધો.10માં ઝળહળતી સિદ્ધિ

- text


નિર્મલ સ્કૂલના 15 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવી જ્વલંત સિદ્ધિ મેળવી

મોરબી : મોરબીમાં બોર્ડની પરીક્ષામાં જ્વલંત સિદ્ધિ મેળવવામાં હર હમેશ અગ્રેસર રહેતી નામાંકિત નિર્મલ સ્કૂલે ફરી ધો.10માં ઝળહળતી સિદ્ધિ મેળવી છે અને આ નિર્મલ સ્કૂલના 15 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવી જ્વલંત સિદ્ધિ મેળવી સ્કૂલનું નામ રોશન કર્યું છે.

આજે જાહેર થયેલા ધો.10ની પરીક્ષાના પરિણામમાં મોરબીની નિર્મલ સ્કૂલે ફરી મેદાન માર્યું છે. જેમાં નિર્મલ સ્કૂલના 15 જેટલા વિદ્યાર્થીઓએ કઠોર પરિશ્રમ કરીને એવન ગ્રેડ મેળવ્યો છે. નિર્મલ સ્કૂલમાં ભણતા રાણીપા પ્રીતેં 99.88, ડાભી ધ્રુવએ 99.84,બાવરવા વેદએ 99.74, વિડજા આયુષીએ 99.72 દેકાવડીયા દેવાંશીએ 99.60, ચનિયારા કશ્યપએ 99.57, કાંજિયા પાવને 99.49, ચંદ્રાલા ખુશે 99.46, ગોપાણી જીલે 99.24, પડસુબિયા હિરે 99.24, કકાસણીયા વિશ્વાએ 99.24 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે.

- text

 

- text