દોસ્ત… દોસ્તના રહા ! રૂ.15 લાખ ઉછીના લઈ હાથ ઉંચા કરી દેતા ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા

- text


કોલસાના ધંધાર્થી મિત્રએ ટાઈલ્સના વેપારી મિત્રને 15 લાખ ધંધા માટે આપ્યા બાદ ચેક રિટર્ન કેસમાં નામદાર કોર્ટે વાર્ષિક 9 ટકા વ્યાજ લેખે નાણાં ચૂકવવા આદેશ કર્યો

મોરબી : ટંકારાના કોલસાના વેપારીએ કોરોના કાળમાં મિત્રતાના દાવે ટાઈલ્સના ધંધાર્થીને રૂપિયા 15 લાખ ધંધા માટે આપ્યા બાદ દોસ્ત… દોસ્તના રહા ઉક્તિ મુજબ ભલમનસાઈનો લાભ ઉઠાવી ટાઈલ્સના ધંધાર્થીએ નાણાં પરત ન કરી મિત્રને રકમના બદલે ચેક આપ્યો હતો જે ચેક પણ રિટર્ન થતા નામદાર મોરબી અદાલતમાં ચેક રિટર્ન કેસ દાખલ કરવામાં આવતા નામદાર અદાલતે આ કેસમાં ટાઈલ્સના ધંધાર્થીને એક વર્ષની કેદ અને રૂપિયા 15 લાખ વાર્ષિક 9 ટકા વ્યાજ લેખે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.
.
આ કેસની ટૂંકી વિગત જોઈએ તો ટંકારાના રહેવાસી અને કોલસાના ધંધાર્થીએ ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની અને ટાઈલ્સના ધંધાર્થી હિતેશકુમાર કેશવજીભાઇ કામરિયા રહે. નિકુંજપાર્ક સોસાયટી, કેનાલ રોડ, મોરબી સાથે મિત્રતાના સંબંધો બંધાયા હતા અને વર્ષ 2020માં કોરોના કાળમાં આરોપી ટાઈલ્સના ધંધાર્થી હિતેશકુમાર કેશવજીભાઇ કામરિયાને ધંધામાં નાણાકીય જરૂરિયાત ઉભી થતા રૂપિયા 15 લાખ ઉછીના આપ્યા હતા.

- text

બાદમાં ફરિયાદીએ ઉછીના આપેલા નાણાં પરત માંગતા આરોપી હિતેશકુમાર કેશવજીભાઇ કામરિયાએ ઇન્ડુસન બેન્કનો ચેક આપ્યો હતો જે બેંકમાં ભરતા રિટર્ન થતા નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ કરતા નામદાર અદાલતે પુરાવાઓ ધ્યાને લઈ આરોપી હિતેશકુમાર કેશવજીભાઇ કામરિયા રહે. નિકુંજપાર્ક સોસાયટી, કેનાલ રોડ, મોરબીને કસુરવાન ઠેરવી એક વર્ષની કેદ અને વાર્ષિક 9 ટકા વ્યાજ લેખે નાણાં પરત ચૂકવવા આદેશ કર્યો હતો. નોંધનીય છે કે, આરોપી સજાના હુકમ સમયે હાજર રહેલ ન હોય નામદાર કોર્ટે ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરેલ છે.

- text