મોરબીમાં સાઉથ એક્સપ્રેસ ઢોસાનો પ્રારંભ : 12 જાતના ઢોસા, ઘર જેવું જ શુદ્ધ ફૂડ પણ ટેસ્ટ ચટાકેદાર

 

મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાની નેમ : સાઉથ ઇન્ડિયનમાં ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહિ છતાં, સૌથી ઓછા ભાવ : પરિવાર અને મિત્રો સાથે એકવખત જરૂર પધારો

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાઉથ એક્સપ્રેસ ઢોસાનો પ્રારંભ થયો છે. જે મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાના એકમાત્ર ઉદ્દેશ સાથે અવનવા ઢોસા પીરસી રહ્યું છે.તો પરિવાર કે મિત્રો સાથે અહીં જરૂર પધારો.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સમય ગેટની બાજુમાં ચિત્રા હનુમાન મંદિર પાછળ સાઉથ એક્સપ્રેસ ઢોસા કાર્યરત થયું છે. અહીંનો સમય સાંજે 7 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો છે. અહીં કુલ 12 પ્રકારના ઢોસા બનાવવામાં આવે છે. વધુમાં અહીં પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ છે.

લોકોને ટેસ્ટી ફૂડ ખવડાવવાનો જેમનો શોખ છે એવા અન્નપૂર્ણા સમા રાજેશ્રીબેન પટેલ અને પ્રવીણાબેન પટેલે આ નવું સાહસ શરૂ કર્યું છે. બન્ને સંબંધે નણંદ અને ભાભી છે. તેઓ જણાવે છે કે અમે પણ જ્યારે પરિવાર સાથે બહાર રેસ્ટોરન્ટમાં જતા ત્યારે ધ્યાને આવ્યું કે આટલા મોંઘાદાટ ફૂડ હોવા છતાં અંતે તેમાં વસ્તુઓ તો એવી જ વપરાય છે કે જે શરીરને નુકસાન કરે. જેથી તેઓને વિચાર આવ્યો કે મોરબીમાં એક એવા રેસ્ટોરન્ટની જરૂર છે જ્યાં ક્વોલિટીવાળું ફૂડ મળે અને કિંમત પણ વ્યાજબી હોય. બાદમાં તેઓએ પરિવારના સહયોગથી આ નવું સાહસ શરૂ કર્યું.

આ બન્ને બહેનો અહીં જાતે જ અવનવા ઢોસા બનાવીને ગ્રાહકોને ભાવપૂર્વક પીરસે છે. અહીંની ખાસિયત વર્ણવતા તેઓ કહે છે કે અહીંના ઢોસાની ખાસિયત એ છે કે તેમાં કોઈ ગરમમસાલા કે અન્ય કોઈ શરીરને નડે તેવી વસ્તુનો ઉપયોગ કરતા નથી. અહીં જેમ ઘરે બને તેમ જ શુદ્ધતાથી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જ ઢોસા બનાવવામાં આવે છે. તેમ છતાં અહીં ટેસ્ટ બહાર મળતા ઢોસાથી પણ ચડિયાતો હોય છે. લોકોએ એક વખત તો અહીંના ઢોસા ચાખવા આવવું જ જોઈએ.

સાઉથ એક્સપ્રેસ ઢોસાનું મેનુ

◆ સાદા ઢોસા રૂ. 40
◆ ચીઝ સાદા ઢોસા રૂ. 60
◆ સેઝવાન સાદા ઢોસા રૂ. 60
◆ ચીઝ સેઝવાન ઢોસા રૂ. 80
◆ મસાલા ઢોસા રૂ. 60
◆ ચીઝ મસાલા ઢોસા રૂ. 90
◆ મૈસુર સાદા ઢોસા રૂ. 80
◆ મૈસુર ચીઝ સાદા ઢોસા રૂ. 100
◆ મૈસુર મસાલા ઢોસા રૂ. 100
◆ ચીઝ મૈસુર મસાલા ઢોસા રૂ. 120
◆ પીઝા ઢોસા રૂ. 140
◆ પાઉભાજી મસાલા ઢોસા રૂ.100

સાઉથ એક્સપ્રેસ ઢોસા
ચિત્રા હનુમાન મંદિર પાછળ,
સમય ગેટની બાજુમાં,
સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી