મોરબીમાં મચ્છુ-૨ માઈનોર કેનાલના એસ્કેપના કામોનું ખાતમુહૂર્ત કરાયું

- text


કેનાલ નેટવર્કથી મોરબી તાલુકાના ૧૭ અને માળીયા તાલુકાના ૨ ગામોની ૯૯૯૦ હેક્ટર જમીનને સિંચાઇ પુરું પાડવામાં આવે છે. 

મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામ પાસે મચ્છુ-૨ માઈનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મચ્છુ-૨ સિંચાઇ યોજના હેઠળ કેનાલ નેટવર્કથી મોરબી તાલુકાના ૧૭ અને માળીયા તાલુકાના ૨ ગામોની ૯૯૯૦ હેક્ટર જમીનને સિંચાઇ માટે માઈનોર શાખા નહેર ડી-૧, ડી-૨, ડી-૩ દ્વારા પાણી પુરું પાડે છે ત્યારે ત્રણેય શાખા નહેરના વધારાના પાણી નિકાલ તેમજ ચોમાસાના પાણી નિકાલ માટે ભૂમિગત પાઈપલાઈન નાખી ફુલકી નદીમાં તેમજ બોળા હનુમાન તળાવ તથા પીપળીયા ગામ તળાવમાં વધારાના પાણી સંગ્રહ કરવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કૃભકો ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિભાઈ પડશુંબિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, ભુપતભાઇ સવસેટા, પરેશભાઈ રૂપાલા, નારણભાઈ મેરજા, ચંદુભાઈ દાવા, નિલેશભાઈ મેરજા, રસિકભાઈ ગામી, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર સાવલીયા, ડી. ઈ. ભોરણીયા સહીતના મહેમાનો હાજર રહ્યા હતા.

- text

- text