હળવદના 12 ગામમાંથી નીકળતી ગેસ લાઈનના વળતર મુદ્દે 200 ખેડૂતોનો મોરચો

- text


ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન આપી એલ.પી.જી. લાઈન, આઈએચ કંપની પાસે વળતરની માંગ કરી

હળવદ : કંડલા ગોરખપુર એલ.પી.જી. પાઈપ લાઈન પ્રોજેક્ટ, આઈ.એચ.બી.કંપનીની ગેસ લાઈનથી અસર પામતા હળવદ તાલુકાના ગામોના ખેડૂતોએ આજે આ ગેસ લાઈનના વળતર મુદ્દે જિલ્લા કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન આપી યોગ્ય વળતરની માંગ કરી છે.

હળવદ તાલુકાના જુના દેવળિયા, પ્રતાપગઢ, ધનાળા મયુરનગર, રાયસંગપુર, હળવદ,નવા ઘરામગઢ, જુના અમરાપર જાવા અમરાપર,ઇસનપુર માલણીયાદ, પ્રસાદ, રામલપુરના ખેડૂતોએ કલેકટરને આવેદનમાં જણાવ્યું હતું કે, અમારી કબજા ભોગવટાની જમીનમાંથી ગેસ લાઇન પસાર થાય છે. અને ખનીજ પાઈપ પ્રસ્તાવિત કંડલા-ગોરખપુર એલ.પી.જી. પાઈપ લાઈન આઇ.એચ.બી, કંપની પ્રોજેક્ટ લીમીટેડ દ્વારા થાય છે. ખેડૂતો જાહેર હેતુને પ્રોત્સાહન આપીએ છીએ. પરંતુ ખેડૂતોને કાયદાથી તેમજ કુદરતી ન્યાયના સિધ્ધાંતો તેમજ સમન્યાયથી મળેલા હક્ક હિતોને નુકસાન કરીએ અમો કંડલા-ગોરખપુર એલ.પી.જી. પાઈપ લાઈન આઈ એચ.બી. કંપની પ્રોજેક્ટ લીમીટેડ દ્વારા પાઇપ લાઇન અમારી માલિકીમાં નાખવાનો સખત વિરોધ કરીએ છીએ. પ્રાઈવેટ કંપની દ્વારા ગેસની પાઇપ લાઈન,ઓઈલની પાઈપ લાઈન,વીજ ટાવર પ્રસ્થાપિત કરતા ખેડૂતોને ખુબ જ નુકસાન જાય છે. ખેડૂતો પાસે ખુબજ ઓછી જમીન બચી છે તેમાં પણ કેનાલમાં સંપાદન હાઇવે રોડમાં સંપાદન, પાણીની લાઈનમાં સંપાદન, તેમજ ગેસ પાઈપ લાઈન નાખવામાં વપરાશી સંપાદન,તેમજ બીજા જાહેર હેતુ માટે પણ જમીન સંપાદન, તેમજ વીજ પોલ ટાવર વિગેરે ખેડૂતો ને કંપની તથા સંસ્થા દ્વારા પુરતું વળતર આપવામાં આવતું નથી.

વધુમાં પાઈપ લાઈન નાખવાંથી બિનખેતી કરતી વખતે ખેડૂતોએ જમીન ખુલ્લી મૂકવી પડે છે.જેના કારણે ખેડૂતો એ જમીનના વળતરના ભાવ અને બિનખેતીના ભાવો મળવાપાત્ર છે.જે કંપની દ્વારા આપવામાં આવતા નથી જેથી અન્યાય થાય છે.

વધુમાં ખેડૂતોની જમીનનું જંત્રી ભાવે જ શા માટે વળતર ? ગુજરાતના કચ્છ વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારોમાં જમીનના ભાવો માર્કેટ વેલ્યુ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.ખેડૂતોની જમીનમાં થતા પાકો ઉત્પાદન અનાજ અને તેનો બજાર ભાવ જંત્રી મુજબ નક્કી કરવા માં આવતો નથી.ઉંચી જંત્રીની જમીનમાં પાકતું અનાજની વધારે કીમત અને ઓછી જમીનમાં પાકતું અનાજ ઓછા બજાર ભાવ ન હોય તેવું હોતું નથી જેથી જંત્રી ભાવો અમોને મંજુર નથી તેવું સ્પષ્ટ કહ્યું હતું.

નોંધનીય છે કે, હળવદ તાલુકાના સરકારી ખરાબાની જમીન જે ખેતીલાયક ન હતી તેવી જમીનના ભાવ હળવદના અન્ય જમીનના ભાવ કલેક્ટર કચેરી મોરબી દ્વારા પ્રતિ ચો.મીના રૂપિયા ૩૫૦૦ નક્કી કરવામાં આવેલ છે.જેની નકલ આ સાથે સામેલ રાખેલ છે જયારે સરકારને જમીન આપવાની થાય ત્યારે ઉંચા ભાવો મળે અને અમો બેસી ત્યારે જમીનનો ભાવ નક્કી કરવાનો થાય ત્યારે જંત્રી ભાવ જે ખરેખર ન્યાયોચિત નથી જેથી અમારી જમીનમાં દસ લાઈન પ્રસ્થાપિત થતા છે.અમો ને આ ભાવ મળવા પાત્ર હોવાનું જણાવ્યું હતું.

મોરબી જીલ્લા તથા હળવદ તાલુકાનું ગામ મિયાણી સર્વે નંબર ૧૫૦ ખેતીની જમીન એકર ૫-૨૪ ગુઠા તથા સર્વે નંબર ૧૯૯ ખેતીની જમીન એકટ ૧૮-૬ ગુઠા મળીને કુલ જમીન એકર એ ૨૩૩૦ ગુઠા વેચાણ દસ્તાવેજ નંબર ૩૩૬૧ /વર્ષ ૨૦૦૭ વેચાણ કીમત ૪૬,૨૯,૨૯,૦૦૦ (છેતાલીસ કરોડ ઓગત્રીસ લાખ ઓગત્રીસ હજાર ) રોજ પ્રતિ ચો.મી ના રૂપિયા ૪૯૫૦ (ચાર હજાર નવસો પચાસ રૂપિયા) નક્કી કરવામાં આવેલ છે.જેની નકલ આ સાથે સામેલ રાખેલ છે. જયારે સરકારને જમીન આપવા ની થાય ત્યારે ઉંચા ભાવો મળે અને અમે ખેડૂતોને જયારે જમીનનો ભાવ નક્કી કરવાનો થાય ત્યારે મંત્રી ભાવ જે ખરેખર ન્યાયોચિત નથી.જેથી અમારી જમીનમાં ગેસ લાઈન પ્રસ્થાપિત થતા છે. અમોને આ ભાવ આપવા માંગ ઉઠાવી છે.

- text

થોડા સમય પહેલા વીજ પોલ ટાવર ખેતી લાયક જમીનમાં નાખવાની કામગીરી સ્ટર લાઈટ કંપની દ્વારા કરવામાં આવી હતી તેમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ખેતી લાયક જમીનને નુકસાન થઇ રહ્યું હતું. ખેડૂતો ને યોગ્ય ભાવ મળી રહે તે માટે લડાઈ પ્રાઈવેટ કંપની સામે લડી રહ્યા હતા, ત્યાર બાદ ખેડૂતોના હિતમાં પ્રતિ. ચો.મી.૨૦૧૩ મંજુર કરવમાં આવ્યા છે. ગામ જુના દેવળિયા સર્વે નંબર-૪૪૨ પૈકી ૨,૪૪૨ પૈકી ૩,ખેડૂતનું નામ-પટેલ ભવાનભાઈ બેચરભાઈ આ સર્વે નંબર વાળી જમીનમાં ઓઈલની પાઈપ લાઈન,ગેસની પાઈપલાઈન અને વીજ ટાવર પણ આ જ જમીનમાં આવેલ છે. જેથી આ જમીન પણ સાવ ઓછા છે અને વીજ ટાવર માં પ્રતિ.ચો.મી.૧૦૦૩ રૂપિયા કંપની ચુકવે છે. જયારે ગેસની પાઈપ લાઈન વાળા કંપની મને પ્રતિ ચો.મી. ખાલી ૨૦ જેટલું વળતર આપવાનું કહે છે.એક જ સર્વે નંબર વાળી જમીનમાં ૨૦૧૩,૧૦૦૩ અને ૨૦ રૂપિયા અલગ અલગ ભાવ અને અલગ અલગ – કંપની દ્વારા અમને આપવામાં આવે છે જે ખેડૂતોને મંજુર નથી જેથી ગેસની લાઈન વાળી કંપનીનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.

આ સંજોગોમાં ખેડૂતને પ્રતિ ચો.મી. નો યોગ્ય વળતરનો ભાવ કરી આપવામાં આવે તેમજ ઘનશ્યામગઢ ગામમાં આઈ.એચ.બી.લી. કંપનીએ ૨૫ ગુઠા જમીન ૨૫ લાખમાં લીધી છે. લગભગ એક ચોરસમીટરના ૯૫૦૦ થાય છે. જેથી ખેડૂત સરકારની સાથે હોવાનું અને સરકારના દરેક વિકાસના કામકાજમાં સાથ અને સહકાર આપવા માટે તૈયાર છીએ પણ અમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી ઉઠાવી છે.

- text