વાંકાનેર સીટી સ્ટેશન નજીક જુગાર રમતા સાત ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસ દ્વારા બાતમીને આધારે સીટી સ્ટેશન નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા બાતમીને આધારે સીટી સ્ટેશન નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા કાસમભાઇ સલીમભાઇ બસેર, જુમાભાઇ સલેમાનભાઇ ભટ્ટી, અસલમભાઇ સેરમામદભાઇ બ્લોચ, સલીમભાઇ દાઉદભાઇ ઘાંચી, અલિઅસગરભાઇ ઓસ્માનભાઇ શેખ, ફકિરમામદભાઇ ઉમરભાઇ રફાઇ અને ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ શેખને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,330 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text