મોરબીમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બુટલેગર પાસા હેઠળ જેલહવાલે

- text


મોરબી : મોરબીમાં વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા બુટલેગરને પાસા હેઠળ જેલહવાલે કરવામાં આવ્યો છે. એલસીબી પોલીસે પાસાના વોરંટની બજવણી કરીને વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા બુટલેગરને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ ડી.એમ ઢોલ સહિતના સ્ટાફે વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા બુટલેગરને પાસા કરવા માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સમક્ષ દરખાસ્ત કરી હતી. આથી જિલ્લા કલેકટર બુટલેગરનું પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેથી એલસીબીએ પાસાના વોરંટની બજવણી કરી વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા બુટલેગર અજિજ ઉર્ફે જીતુ દીના ઉર્જાજી કઠાત ( રહે માતાકી કા બાડીયા તા. મસુદા, પિશાગન, અજમેર, રાજસ્થાન) ને મોરબી માળીયા હાઇવે રોડ ઉપરથી પકડી સુરત લાજપોર મધ્યસ્થ જેલની હવાલે કરી દીધો છે.

- text

- text