મોરબીના વાવડી રોડ ઉપર દેશી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે મહિલા ઝડપાઇ

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેણાંકમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશી અને વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક મહિલાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર સતનામ ગૌશાળા નજીક આવેલ શક્તિધામ સોસાયટીમાં રહેતી રેખાબેન લલિતભાઈ વઘોરા પોતાના રહેણાંક મકાનમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા રહેણાંકમાથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 143 બોટલ કિંમત રૂપિયા 90,395 તેમજ દેશી દારૂ 100 લીટર કિંમત રૂપિયા 2000નો જથ્થો મળી આવતા પોલીસે મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

- text