હળવદ તાલુકાના સુરવદર ગામને તરસ્યું રાખવાનો કારસો

- text


અજાણ્યા શખ્સો ઈલેક્ટ્રીક મોટરનો વાયર કાપીને લઈ ગયા, સુરવદર ગામના સરપંચે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ કરી

હળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામે ગ્રામ પંચાયત હસ્તકના પાણીના સંપની ઇલેક્ટ્રીક મોટરનો 150 ફૂટ જેટલો ડબલ સળનો વાયર કોઈ અજાણા શખ્સો લઈ ગયા હોવાની સરપંચ દ્વારા હળવદ પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરી છે.

સૂરવદર ગ્રામ પંચાયતના સરપંચ જયંતીભાઈ ગડેશીયા દ્વારા હળવદ પોલીસ મથકમાં કરાયેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે સુરવદર ગામને પીવાના પાણી માટે ધુળકોટ રોડ ઉપર આવેલ મહાદેવજીના મંદિરની બાજુમાં પાણીનો સંપ કાર્યરત છે. જ્યાં બોર,ઇલેક્ટ્રીક,મોટર,પંપનો રૂમ આવેલ છે.અહીં એક ચોકીદાર પણ રાખવામાં આવેલ છે. પરંતુ ગતરાત્રિના 10:30 વાગ્યા બાદ સંપના રૂમનું તાળું તોડી રૂમમાં રહેલ સ્ટ્રાટરમાંથી બોર સુધીનો આશરે 150 ફૂટ જેટલો ડબલ સળનો વાયર કોઈ અજાણ્યા શખ્સો કાપીને લઈ ગયા છે.જેથી પંચાયતની માલિકીના સંપમાંથી રૂમના તાળા તોડી કેબલની ચોરી કરી લઈ ગયેલ શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

- text

- text