મોરબીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તમામ 11 પ્રશ્નોનો હકારત્મક નિકાલ કરાયો 

- text


મોરબી : એપ્રિલ ૨૦૨૩ માં સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનાનું અંતિમ સપ્તાહ, સ્વાગત સપ્તાહ તરીકે ઉજવાઇ રહ્યું છે ત્યારે આ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર શ્રી જી. ટી. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં રજૂ થયેલા તમામ 11 પ્રશ્નનો હકારાત્મક અભિગમ સાથે નિકાલ કરાયો હતો.

મોરબીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાકક્ષાએ ૧૧ અરજીઓ મળેલ હતી. જેમાં રસ્તા પર જમીન દબાણ, જમીન માપણી, ખનીજ ચોરી, રોડની અલાયમેન્ટ બદલી જવા ,ગેરકાયદેસર વેચાણ વ્યવહારની નોંધ રદ કરવા, ગૌચર જમીનના દબાણ દૂર કરવા, ગેરકાયદેસર મકાનનું દબાણ દૂર કરવા, શહેર ટ્રાફિક સમસ્યા ધ્યાને લઈ ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સહિત વિવિધ મુદ્દાઓ સંદર્ભે વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જે તમામ ૧૧ અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ ૧૧ અરજદારો પૈકી ૫ અરજદારોને રૂબરૂમાં સાંભળી હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં ગ્રામ સ્વાગત કાર્યક્રમ અન્વયે ૧૫૩૩ અરજીઓ મળેલ હતી જેમાંથી ૧૫૨૩ અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૩૩ અરજદારોને રૂબરૂમાં સાંભળવામાં આવ્યા હતા. અને તાલુકા સ્વાગત કાર્યક્રમ અન્વયે ૧૨૨ અરજીઓ મળેલ હતી. જેમાંથી ૧૧૯ અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ૫૪ અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા.

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, વાંકાનેર ચીફ ઓફીસરજી.આર.સરૈયા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ.શિરેસિયા, મોરબી મામલતદાર નિખિલ મહેતા, વાંકાનેર મામલતદાર યુ.વી.કાનાણી, ટંકારા માંલતદાર કેતન સખીયા, માળીયા મામલતદાર બી. જે પંડયા, તાલુકા વિકાસ અધિકારીઓમાં એચ. ડી જાડેજા,આર. એે. કોંઢિયા, ડી.કે. પરમાર, તથા પી.આઈ. કે.જે.માથુકીયા ભુસ્તર શાસ્ત્રી જયેશ વાઢેર, સહિત સંબધીત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text