તેજસ્વી વિદ્યાર્થીઓને હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં નિઃશુલ્ક પ્રવેશ અપાશે 

- text


હળવદ : ગુજરાત સરકારની ટેલેન્ટ પૂલ યોજના યોજનામાં ધોરણ ૬ અને ધોરણ ૧૧ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણેયમાં હોસ્ટેલમાં નિ:શુલ્ક પ્રવેશ મળે તે માટે ઝાલાવાડ અને મોરબી વિસ્તારની હળવદની તક્ષશિલા વિદ્યાલયને સરકાર દ્વારા મંજૂરી મળી છે. આ યોજના અંતર્ગત SC અને NTDNT સર્ટિફિકેટ ધરાવતા તેજસ્વી છોકરાઓ અને છોકરીઓ તક્ષશિલા હોસ્ટેલમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે. આ માટે ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે.

તક્ષશિલા વિદ્યાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ યોજનામાં સંપૂર્ણપણે મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ એડમિશન મળશે. તે માટે ટેલેન્ટ પૂલ યોજનાનું ફોર્મ હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતેથી મેળવીને જમા કરવાનું રહેશે. જે વાલીની વાર્ષિક આવક બે લાખથી ઓછી હોય તેમને જ આ ટેલેન્ટ પુલનો લાભ મળશે. વધુ માહિતી આપતા શાળાના એમડી. ડો. મહેશે પટેલે જણાવ્યું કે, ફોર્મ ભર્યા બાદ ગાંધીનગરથી મેરિટ બહાર પાડવામાં આવશે અને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને એડમિશન મળશે. જેમને ધો. 5 અને ધો. 10મા ૬૦ % થી વધુ પરિણામ હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓએ જ ફોર્મ ભરવાનું રહેશે. જેને ધો. 5 માં પ્રવેશ મળશે તેને ધો. 12 થી કોલેજ સુધી અને ધો. 11 મા પ્રવેશ મેળવે તેને ધો. 11/12 અને ડિઝીટલ ગુજરાત સ્કોલરશિપ યોજનાથી કોલેજ સુધી મફત શિક્ષણનો લાભ મળશે તેમ તક્ષશિલા હોસ્ટેલ સંચાલક રમેશ કૈલાએ જણાવ્યું હતું. આ યોજનાનો પ્રસાર પ્રચાર થાય તે માટે હળવદના ચતુર પાટડિયા, પ્રતાપગઢના અલ્પેશ ઉડેચા, ધ્રાંગધ્રાના રિધ્ધિ રાઠોડ અને કુડાના સુરેશ વહાણિયાની NTDNT એડવાયઝરી કમિટી પણ બનાવવામાં આવી છે.

- text

- text