વાંકાનેરના તીથવા ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તીથવા હાઈસ્કૂલ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રેલી કાઢી તેમજ પોરા અને ગપ્પી ફિસ નિદર્શન કરવામાં આવ્યું હતું.

વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી. બાવરવાની સૂચના અને પ્રા.આ.કે. તીથવા ના મેડિકલ ઓફિસર ડો. દિશીતાબેન ડઢાણીયા, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયા અને ઉવેસ સીપાઈના માર્ગદર્શન દ્વારા તીથવા હાઈસ્કૂલના બાળકોને મેલેરિયા નિર્મૂલન માટે શુ શુ કરવું અને શુ શુ ના કરવું એ બાબતે પોરા અને ગપ્પી માછલી નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી. તેમજ મેલેરિયા અટકાયત માટે રેલીનું આયોજન કરી પ્રચાર પ્રસાર કરીને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી કાર્યક્રમને સફળ બનાવવા તીથવા હાઇસ્કુલના પ્રિન્સિપાલ ડો.ડી એન પરબતાણી અને ભરતભાઈ ગોપાણીએ જહેમત ઉઠાવી હતી.

- text

- text