મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 27મીએ સુવર્ણપ્રાશન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. 27મી પુષ્ય નક્ષત્રના શુભ સંયોગે વિનામુલ્યે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 27એપ્રિલને ગુરુવારે સવારે 8થી11 કલાકે ચૈતન્ય બાલાજી મંદિર, રાધા પાર્ક, મીરાં પાર્કની સામે, વાવડી રોડ ખાતે વિનામુલ્યે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુવર્ણ પ્રાશનનું આયુર્વેદ ના પ્રાચીન બાળરોગોના નિષ્ણાંત એવા કાશ્યપ ઋષિએ પોતાના કાશ્યપ સંહિતા ગ્રંથમાં આ મુજબ વર્ણન કર્યુ છે,સુવર્ણપ્રાશન મેધા (બુદ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય, વર્ણ્ય (શરીરના વર્ણને ઊજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળક એક માસમાં મેધાયુક્ત બને છે તથા બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં શ્રુતધર (સાંભળેલી વાત ને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત્ તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે.

- text

ટ્રસ્ટના જણાવ્યા મુજબ જો બાળકને સતત છ માસ સુધી “સુવર્ણપ્રાશન” સતત આપવામાં આવે તો તે શ્રુતધર બને છે એટલે કે સાંભળેલું તુરત જ યાદ રહી જાય એટલે કે યાદશક્તિ વધે છે. ” સુવર્ણપ્રાશન” સંસ્કારથી ૧૨ વર્ષ સુધીની ઉંમરના દરેક બાળકને આપી શકાય છે અને આ પ્રયોગ સતત છ માસ સુધી કરવામાં આવે તો ઉપર પ્રમાણેના ફાયદા થાય છે. આમ, “સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં કરવાનું વિધાન ખુબ જ ફલપ્રદ છે.દર મહિને સુવર્ણપ્રાશન કેમ્પ વિશે વધુ માહિતી મેળવવા માટે જ્યોતિબેન જીવરાજાની (પ્રમુખ)શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી.૩૦૨ સાહેબ એપાર્ટમેન્ટ, રાધા પાર્ક, વાવડી રોડ, મોરબી ૩૬૩૬૪૧મોબાઈલ નંબર : ૯૭૧૨૧૦૧૫૩૩ તથા ૯૯૧૩૭૦૧૫૩૩નો સંપર્ક કરવાનો રહેશે. મોરબી તેમજ આસપાસની જનતાને આ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

- text