માળીયાના સરવડ ખાતે વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી 

- text


પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત કામગીરી કરાઈ

માળીયા : સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે, DMO ડો.ડી.વી.બાવરવાની સૂચના અને માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી.બાવરવાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા વિવિધ ગામોમાં વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ મલેરિયા અટકાયતી પગલાં અને વિવિધ પ્રકારની આઇ.ઇ.સી. જેવી કે પોરા નાશક કામગીરી, ગપ્પી માછલીનું પ્રદર્શન, ઇન્ટ્રા ડોમેસ્ટીક, પેરા ડોમેસ્ટિક કામગીરી, સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા, ગ્રામ્ય કક્ષાએ તેમજ સ્કૂલમાં રેલી કાઢી જન જાગૃતિ વગેરે કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text